info@narmadamahaaarti.in
૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦
NEW આરતીનો સમય – સાંજના ૦૮:૦૦ થી ૦૮:૩૦ સુધી (સાંજનાં ૬.૦૦ કલાકથી મા નર્મદાજીના ભજન, કીર્તનનો પ્રારંભ થાય છે જેથી સમયસર આપનું સ્થાન ગ્રહણ કરવા આગ્રહ છે.)

નર્મદા મહા આરતી વિશે


સમગ્ર જીવસૃષ્ટીને પોષણ આપનારી નદીને આપણી સંસ્કૃતિમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત માટે આવી એક નદી એટલે “नमामि देवी नर्मदे।” (નમામિ દેવી નર્મદે) બાળકની પુષ્ટિ અને સંસ્કાર માટે જેટલુ જરૂરી માતાનું દૂધ છે એટલુ જ મહત્વ આપણા માટે મા સમી નર્મદા નદીનું છે. नर्म या नर्मदा – જેના દર્શન માત્રથી આપણને નર્મ અર્થાત આનંદ મળે તેવી આપણી મા નર્મદા. નર્મ નો બીજો અર્થ સંસ્કૃતમાં રમવું પણ થાય છે જે આપણને શીખવે છે કે, જીવન એક રમત છે. ભારતવર્ષની પૌરાણિક માન્યતા અનુસાર ગંગા નદીમાં ડૂબકી મારવાથી, તેમજ યમુના નદીનાં જળ આચમનથી પવિત્ર થવાય છે જ્યારે મા નર્મદાના દર્શન માત્રથી પવિત્ર થવાય છે. દેવી તેમજ લોકમાતા તરીકે પૂજાતી; જે રેવા તરીકે પણ ઓળખાય છે એવી મા નર્મદા વિશે આદિ- ગુરૂ શંકરાચાર્ય થી લઈને અર્વાચિન કવિઓ એ સ્તુતિ/ પ્રશસ્તિગાનની રચનાઓ કરેલી છે.સદીઓથી મધ્ય તેમજ પશ્ચિમ ભારતની સામાજીક તેમજ આર્થિક પ્રગતિમાં મા નર્મદાનો ખૂબજ મોટો ફાળો રહેલ છે. મધ્ય પ્રદેશ સ્થિત અમરકંટકનાં નર્મદ કુંડ માંથી નીકળીને આશરે ૧૧૭૩ કિ.મી. નો પ્રવાસ કરી મા નર્મદા એકતા નગર પહોંચે છે જ્યાં ભારતનાં બીજા ક્રમનાં સૌથી મોટા કોંક્રિટ ડેમ - સરદાર સરોવર ડેમ , કે જેને ગુજરાતનું પાણીયારું પણ કહ્યું છે તેનાં માધ્યમ થી મા નર્મદાના પાણી ગુજરાત અને રાજસ્થાનનાં પાણીની તીવ્ર અછત ધરાવતાં પ્રદેશો સુધી વહીને કરોડો લોકોની તરસ છીપાવે છે અને તેથી જ તેને જીવાદોરી ગણવામાં આવે છે. અહીં ડેમનાં જળાશયનાં ડૂબાણમાં વિલિન થયેલ પૌરાણિક પવિત્ર શૂલપાણેશ્વર મંદિરનંત પુન:નિર્માણ કરવામાં આવેલ છે. ભગવાન શૂલપાણેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં નવ- નિર્મિત મા નર્મદા ઘાટ ઉપર મા નર્મદાની સાધના, આરાધના અને ભક્તિના ત્રિવેણી સંગમ દ્વારા રચાતું આ પવિત્રતાનું પ્રતિબિંબ દરરોજ સાંજનાં ૦૮:૦૦ થી ૦૮:૩૦ વચ્ચે થતી નર્મદા મહાઆરતી નાં રૂપમાં જોવા મળે છે. જેમાં મુખ્યત્વે નર્મદાજીની આરતી અને નર્મદા અષ્ટકનું ગાન સાથે ધૂપ-આરતી થી નર્મદાજી ને અર્ઘ્ય આપવામાં આવે છે.

દૂરદર્શિતા

ભારતવર્ષનાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ભારત દેશને એકતાંતણે જોડનાર લોખંડી પુરૂષ ભારતરત્ન સરદાર વલ્લ્ભભાઇ પટેલને શ્રધ્ધાંજલી આપવા તેમજ આવનારી પેઢી તેમનાં કાર્યોમાંથી સતત પ્રેરણા મેળવે તે ઉદ્દેશ્યથી તેઓશ્રીની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એકતા નગર ખાતે સ્થાપી છે. વિંધ્યાચળ અને સાતપુડા પર્વતની ગિરિમાળાઓની વચ્ચે નર્મદા નદીમાં આવેલ સાધુ બેટ ઉપર આવેલી સરદાર સાહેબ ની આ ૧૮૨ મીટર ઊંચી આબેહૂબ પ્રતિમા અત્યંત શોભાયમાન લાગે છે . આદરણીય વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ની પરિક્લ્પના મુજબનાં એકતા નગરનાં સંકલિત વિકાસનાં ભાગ રૂપે આ પ્રતિમા ઉપરાંત બીજા ઘણાં આકર્ષક પ્રવાસન સ્થળો એકતા નગરની શોભામાં વધારો કરી રહ્યાં છે; જેમાં વેલી ઓફ ફ્લાવર્સ, શૂલપાણેશ્વર અભ્યારણ, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, આરોગ્ય વન, એકતા નર્સરી, એકતા મોલ, વિશ્વ વન, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, આસપાસમાં આવેલા મંદિરો, સરદાર સરોવર બંધ, ઝરવાણીનો આકર્ષક ધોધ વગેરેનો સમાવેશ થાય છે. આ વિરાટ સ્મારક અને તેની આસપાસનો અતિ સુંદર વિસ્તાર તેની પ્રાકૃતિક સૌંદર્ય તેમજ દરેક વર્ગ અને ઉંમરનાં પ્રવાસીઓને માટે યોગ્ય આકર્ષણો ને કારણે એકતા નગર આંતર રાષ્ટ્રીય સ્તરનું એક આદર્શ પ્રવાસન સ્થળ બની ગયું છે. પરિણામે એકતા નગરનો સંકલિત વિકાસ શક્ય બન્યો છે અને સ્થાનિક લોકો માટે રોજગારીની વિપુલ તકો ઉભી થતાં તેમના સામાજીક- આર્થિક ધોરણમાં સતત સુધાર આવી રહ્યો છે.

મુખ્યત્વે પુછાતાં પ્રશ્નો

હા, કોઈ પણ ધર્મ અને જાતિના લોકો નર્મદા મહા આરતીમાં ભાગ લઈ શકે છે.

ના. મહાઆરતી માત્ર ત્યાંના પૂજારીઓ જ કરી શકે છે.

મંદિરનો ખુલવાનો સમય: સવારે ૦૬:૦૦ કલાકે
મંદિરનો બંધ થવાનો સમય: રાત્રે ૦૮:૧૫ કલાકે
મંદિરમાં આરતીનો સમય: સવારે ૭:૩૦ કલાકે, રાત્રે ૦૮:૦૦ કલાકે
નર્મદા ઘાટ પર મહાઆરતીનો સમય - સાંજના ૦૮:૦૦ થી ૦૮:૩૦ સુધી (સાંજના ૬.૦૦ કલાકથી મા નર્મદાજીના ભજન- કીર્તનનો પ્રારંભ થાય છે જેથી સમયસર આપનું સ્થાન ગ્રહણ કરવા આગ્રહ છે.)

હા. દિવ્યાંગ લોકો, વૃદ્ધ અને અશક્તો માટે શૂલપાણેશ્વર મંદિર અને નર્મદા મહાઆરતીના પાર્કિંગ સ્થળેથી વ્હીલચેર ઉપલબ્ધ છે.

હા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનાં બસ ટર્મિનસથી તથા શ્રેષ્ઠ ભારત ભવન (SBB) પાસેનાં બસ ટર્મિનસથી વિવિધ પ્રવાસન આકર્ષણો માટેની બસ સેવા ઉપલબ્ધ છે.

આ સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

૧ નર્મદા જયંતિ- હિંદુ કેલેન્ડર અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની સાતમ
૨ ગંગા દશેરા- હિંદુ કેલેન્ડર અનુસાર જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમ
૩ મહાશિવરાત્રી- હિંદુ કેલેન્ડર અનુસાર મહા મહિનાની સુદ તેરસ

હા. શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવેલ છે. હવન કે યજ્ઞ માટે અગાઉથી સંપર્ક કરવાનો રહેશે.

હા

ના. નર્મદા મહાઆરતી ઘાટ પર તમાકુ, પાન મસાલાના સેવનની મનાઈ છે.

હા. પ્રવાસી ફોટોગ્રાફી કરી શકે છે પરંતુ પૂજારી અને અન્ય ભક્તોને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવાનું રહેશે. વિશેષમાં, ડ્રોનથી ફોટોગ્રાફી કે વીડિયો લેવા પર સખ્ત પ્રતિબંધ છે.

ભક્તો નર્મદા મહાઆરતીનાં યજમાન બનવા માટે ઓનલાઈન બુકિંગ કરી શકે છે. અથવા અહીં ક્લિક કરો

હા. પ્રવાસી સુવિધા કેન્દ્ર શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલ બસ ટર્મિનસ પર ઉપલબ્ધ છે.

એકતા નગર કઈ રીતે પહોંચવું

શહેર

હવાઈ મથક

રેલ મથક

અંતર/સમય (માર્ગ દ્વારા)

અમદાવાદ

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક


સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેન

અમદાવાદ રેલ મથક

૧૯૮ કિ.મી. / ૩ કલાક ૩૦ મિનિટ

વડોદરા

વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક

વડોદરા રેલ મથક

૯૧ કિ.મી. / ૧ કલાક ૪૯ મિનિટ

સુરત

સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક

સુરત રેલ મથક

૧૫૬ કિ.મી. / ૩ કલાક ૩૧ મિનિટ

એકતા નગર

-

એકતા નગર રેલ મથક

૦ કિ.મી. / ૦ મિનિટ

વધુ વિગત માટે અહીં ક્લિક કરો